Site icon hindtv.in

સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
Spread the love

સુરત જ્વેલરી એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
મુખ્ય અતિથિ તરીકે મંત્રી સી.આર.પાટીલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત
સ્નેહમિલન સમારોહ રૂપિયા10,000 જેટલા લોકો જોડાયા

સુરતમાં જળ એ જ જીવન ના સૂત્ર સાથે સુરત જવેલર્સ એસોસિએશનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કેન્દ્રીય જળ શક્તિ મત્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને જવેલર્સ એસોસિએશનના કાર્યને બિરદાવ્યું હતું.

સુરતમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમારોહનો મુખ્ય હેતુ જળ બચાવવાનો હતો. જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા આ સ્નેહમિલન સમારોહ ₹10,000 જેટલા લોકો જોડાયા હતા. આ સમારોહ માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ ચિદાનંદ સરસ્વતીજી મહારાજ , મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને જળ એ જ જીવન છે તે વિશે લોકોને સમજૂતી આપી હતી. સુરત જ્વેલર્સ એસોસિએશન અને વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી સી આર પાર્ટીલે જ્વેલર્સ એસોસિએશનના જળ બચાવો ના કાર્યક્રમને લઈ તમામ લોકોને શુભકામનાઓ આપી હતી. જ્વેલર્સ એસોસિએશન દ્વારા ₹3,000 જેટલા બોર દત્તક લેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે જેને લઇ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને મહાનુભાવો એ સરાહના કરી હતી. આ કાર્યક્રમ બાદ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ ભજનોની રમઝટ બોલાવી હતી.

Exit mobile version