સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા
કરણ ઉર્ફે કાળીયો વિનુ દેવીપુજકને ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉમરા પોલીસ મથકની હદમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતના ઉમરા પોલીસ મથકની હદમાં ગત 22મી માર્ચના રોજ સુભાષ નગર સોસાયટીમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી જેમાં લાખોની ચોરી કરી તસ્કરો ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ સીસીટીવી સહિતની પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ ઉમરા પોલીસ સાથે તપાસમાં જોડાઈ હતી. અને ક્રાઈમ બ્રાન્ચના ઝોન 4ના પોલીસ અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી તથા સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ ટેકનીકલ વર્ક આઉટ બાદ આરોપીઓ મુળ પાટણના અને હાલ દિલ્હીગેટ ચાર રસ્તા પર રહેતા રોહીત ઉર્ફે મોડેલ અશોક દેવીપુજક તથા બીજો નુળ નડીયાદ ખેડાનો અને હાલ દિલ્હીગેટ ચાર રસ્તા ખાતે રહેતા કરણ ઉર્ફે કાળીયો વિનુ દેવીપુજક ને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરી તેઓનો કબ્જો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

