Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો
અમરેલીના બાબરા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા આરોપી
બીજલ ઉર્ફે રાજવીર ભડાને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમરેલીના બાબરા પોલીસ મથકના ગુનામાં નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા સુરતમાં અનિચ્છનિય ઘટનાઓ અટકાવવા આપેલા આદેશને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે અમરેલીના બાબરા પોલીસ મથકમાં માનસિક અને શારીરિક વિકલાંગ યુવાનનો લાભ ઉઠાવી ઘરમાંથી રોકડા રૂપિયા અને સોનુ મળી 15 લાખની છેતરપિંડી કરી ભાગી છુટેલી ટોળકીના મુખ્ય આરોપી મુળ જુનાગઢના વિસાવદરનો અને હાલ સુરતમાં દેવજી નગર ખાતે રહેતા બીજલ ઉર્ફે રાજવીર ભડાને ઝડપી પાડી તેનો કબ્જો બાબરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version