સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી ઝડપ્યો
કાપોદ્રા પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપી
બિકાસ તુલુ પ્રધાનને કાસા નગર પાસેથી ઝડપી પાડ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાપોદ્રા પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદે માદક પ્રદાર્થોની હેરાફેરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલા આદેશને લઈ આર્મ્સ સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાપોદ્રા પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા મુળ ઓરિસ્સાનો અને હાલ કોસાડ આવાસ ખાતે રહેતા બિકાસ તુલુ પ્રધાનને કાસા નગર પાસેથી ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

