Site icon hindtv.in

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ચોરને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે  રીઢા ચોરને ઝડપી પાડ્યો
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રીઢા ચોરને ઝડપી પાડ્યો
મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ અને મોબાઈલની સ્નેચીંગ
50 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓને ટાર્ગેટ કરી તેઓના પર્સ અને મોબાઈલની સ્નેચીંગ કરવાના 50 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરની સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ડિંડોલી પોલીસ મથક વિસ્તારમાં એક ઈસમ હથિયાર સાથે લોકોને ધમકાવતો હોવાનો વિડીયો વાયરલ થતા તેની તપાસ કરતા તે ભેસ્તાન આવાસમાં જ રહેતા સોયેબખાન પઠાણને ઝઢપી પાડ્યો હતો. અને પુછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તેની પાસે રહેલ સ્પોર્ટ બાઈકનો ઉપયોગ કરી મહિલાઓને ટાર્ગેટ કરી પર્સ તથા મોબાઈલની સ્નેચીંગ કરતો હતો. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે. તો આરોપી 50 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનુ પણ સામે આવ્યુ છે.

Exit mobile version