Site icon hindtv.in

સુરતમાં દશામાના મુર્તિનુ વિસર્જન કરાયુ

સુરતમાં  દશામાના મુર્તિનુ વિસર્જન કરાયુ
Spread the love

સુરતમાં દશામાના મુર્તિનુ વિસર્જન કરાયુ
શહેરમાં દશામાંની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
આખા નગરમાં દશામાંના જયઘોષ સાથે ગૂંજી ઉઠયું
ભાવ ભક્તિથી દશામાંની મૂર્તિનું તળવામાં વિસર્જન કરાયું

સુરતમાં અષાઢી અમાસના દિવસથી શરૂ થયેલ દશામાના વ્રતની ઉત્સાહ પુર્વક ઉજવણી કરાઈ હતી. અને 10 દિવસ બહેનોએ દશામા ના વ્રત નકોરડો ઉપવાસ કરી દશામાની આરાધના અને પુજા કરી હતી. ત્યારે 10મા દિવસે ભવ્ય શોભા યાત્રા સાથે દશામાના મુર્તિનુ વિસર્જન કરાયુ હતું.

સુરત શહેરમાં અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાંના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દસ દિવસ સુધી બહેનો દશામાંના વ્રત નકોરડો ઉપવાસ કરી દશામાંની આરાધના અને પૂજા પાઠ કરે છે. ત્યારે દસ-દસ દિવસ સુધી આતિથ્ય માનનાર દશામાંના વ્રતના આજે દસ દિવસ પૂર્ણ થતાં સુરત શહેરમાં દશામાંની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને ડીજે અને ઢોલ નગારા સથવારે દશામાંનો વરઘોડા નીકળવામાં આવ્યો હતો. આખા નગરમાં દશામાંના જયઘોષ સાથે ગૂંજી ઉઠયું હતું, અને આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોળ બન્યું હતું અને ભાવ ભક્તિથી દશામાંની મૂર્તિનું તળવામાં વિસર્જન કરાયું હતું.

 

Exit mobile version