Site icon hindtv.in

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચારમાં પ્રદેશ પ્રમુખ જોડાયા

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચારમાં પ્રદેશ પ્રમુખ જોડાયા
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચારમાં પ્રદેશ પ્રમુખ જોડાયા
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે
મધ્યસ્થ કાર્યાલયો પર જઈ કાર્યકરો સાથે ચર્ચા કરી

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર વચ્ચે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા હતા અને મધ્યસ્થ કાર્યાલયો પર જઈ કાર્યકરો સાથે ચર્ચા કરી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા હતાં. ચુંટણીને લઈ પ્રચાર અને સભા માટે સુરત આવેલા પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ ભાજપના વોર્ડ નંબર 10 અડાજણ પાલ ખાતે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કર્યા બાદ વોર્ડ નંબર 8ની મુલાકાત લીધી હતી. જ્યાં સામાજિક આગેવાનો અને ભાજપ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. જગદિશ વિશ્વકર્માએ મહિલા બીલ પાસ ન થતા મહિલાઓ પાસે માફી માંગી કહ્યુ હતુ કે મહિલાઓ આરક્ષણ બિલને લઈ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કેટલી સીટ આવશે તેવી ચર્ચા જગદીશ વિશ્વકર્માએ કાર્યકરો સાથે કરી હતી.

Exit mobile version