Site icon hindtv.in

અમરેલીમાં ખાનગી કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

અમરેલીમાં ખાનગી કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો
Spread the love

અમરેલીમાં ખાનગી કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો
મોઢે કપડું બાંધી હથિયાર સાથે આવેલા તસ્કરોએ 8 મકાનોને નિશાન બનાવ્યા
સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ સિંટેક્સ કંપનીની કોલોનીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. મોઢે કપડું બાંધી તલવાર જેવા હથિયાર સાથે આવેલા તસ્કરોએ એક સાથે 8 મકાનોને નિશાન બનાવ્યા હતા.

સૌથી મોટી ચોરી કંપનીના આસિસ્ટન્ટ મેનેજર આશિષકુમારસિંગ શ્રીવિશ્વનાથસિંગ ચૌહાણના ઘરમાંથી થઈ છે. મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરના વતની આશિષકુમારસિંગ પરિવાર સાથે સોમનાથ દર્શન માટે ગયા હતા. તેમની ગેરહાજરીમાં તસ્કરોએ કોલોની બ્લોક નંબર 104માં આવેલા તેમના મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરીમાંથી સોનાના દાગીના કિંમત રૂ. 10,13,120, ચાંદીના દાગીના કિંમત રૂ. 78,399 અને રોકડા રૂ. 41,100 મળી કુલ રૂ. 11,32,619ની ચોરી કરી હતી. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Exit mobile version