નવી દિલ્હીમાં આદિવાસી સમાજની ગર્જના
પરંપરા અને સંસ્કૃતિ બચાવવા ‘ચલો દિલ્હી’નું આહ્વાન
દિલ્હીના લાલ કિલ્લા પર આગામી ૨૪ મી તારીખે આદિવાસી સમાજની ભવ્ય રેલી યોજાશે જેને લઇ નવસારીથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી
ચલો દિલ્હી’ના નારા સાથે સમગ્ર ભારતમાંથી આદિવાસીઓ દિલ્હી ખાતે થશે એકત્રિત, દક્ષિણ ગુજરાત માંથી આશરે ૫,૦૦૦ જેટલા કાર્યકર્તાઓ ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના, જેમાં નવસારી જિલ્લામાંથી 1500 લોકો દિલ્હી ખાતે જવા રવાના થયા હતા. દિલ્હી જવા માટે નવસારીથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી આદિવાસી સમાજની પરંપરા, રીત-રિવાજ અને પૂજા પદ્ધતિ બચાવવા માટે રેલીનું આયોજન કરાયું છે. ધર્માંતરણ કરનારા લોકોને ‘ડી-લિસ્ટિંગ’ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને અપાશે આવેદનપત્ર પણ આપવામાં આવશે

