Site icon hindtv.in

સુરતના વરાછા ગરનાળાથી સ્ટેશન જતો રસ્તો બંધ

સુરતના વરાછા ગરનાળાથી સ્ટેશન જતો રસ્તો બંધ
Spread the love

સુરતના વરાછા ગરનાળાથી સ્ટેશન જતો રસ્તો બંધ
એમ.એમ.ટી.એચ પ્રોજેક્ટના કામને લઈ રસ્તો બંધ
રીક્ષા ચાલકોને પણ આડેધડ પાર્કિંગ ન કરવા સુચના

સુરતના વરાછા ગરનાળાથી સ્ટેશન જતા રોડ પર એમ.એમ.ટી.એચ પ્રોજેક્ટના કામને લઈ રસ્તો બંધ કરાયુ છે ત્યારે ટ્રાફિક પોલીસની હાજરીમાં ટ્રાફિકનુ નિયંત્રણ કરાયુ હતું.

સુરતના વરાછા રોડના ગરનાળાથી સુરત સ્ટેશન તરફ જતા 200 મીટરના વન-વે રોડને સુરત શહેર પોલીસે એમ.એમ.ટી.એચ. પ્રોજેક્ટના કામને લઈને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. સીટકો કંપની અહીં બ્રિજનું કામ કરવાની છે જેથી 200 મીટરનો રસ્તો આજથી અચોક્કસ સમય માટે બંધ થવાના કારણે 2 કિમી સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. મેટ્રોના કારણે એલએચ ગરનાળું બંધ અને પોદ્દાર આર્કેડ વાળો રસ્તો સાંકડો એટલે 1 કિમી ફરીને જતા કલાકો થશે. જો કે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક ફોર્સ ફાળવવામાં આવી હતી અને પૂરતા બંદોબસ્ત સાથે ટ્રાફિક અવરોધાય નહિ તે રીતે કામગીરી કરાઈ હતી. ગરનાળાની બહારની ડિવાઈડર હટાવી રસ્તો પહોળો કરાયો હતો. તો બીજી તરફ રીક્ષા ચાલકોને પણ આડેધડ પાર્કિંગ ન કરવા સુચના આપવામાં આવી હતી.

Exit mobile version