Site icon hindtv.in

અમદાવાદમાં લાશ શબનમની હોવાનો ખુલાસો.

અમદાવાદમાં લાશ શબનમની હોવાનો ખુલાસો.
Spread the love

અમદાવાદમાં લાશ શબનમની હોવાનો ખુલાસો.
1992 માં થયેલી હત્યામાં પતિ શમસુદ્દીન અને તેના ભાઈની ધરપકડ.
મૃતક શબનમના ડીએનએ તેના ભાઈ સાથે થયા મેચ.

અમદાવાદથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન લઈને વટવાના કુતુબ નગરમાં એક લાશ શોધવા નીકળી પડી છે. જો અહી લાશ મળી તો 35 વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ ઉકેલાશે. હાલ ક્રાઈમ બ્રાન્ચે લાશ કે કંકાલના અવશેષો શોધવામાં લાગ્યું છે. આખરે આ મર્ડર મિસ્ટ્રીમાં 35 વર્ષ જૂનો ક્રાઈમ ઉકેલતા 1992 માં થયેલી હત્યામાં પતિ શમસુદ્દીન અને તેના ભાઈની ધરપકડ કરી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન સાથે વટવાના કુતુબ નગરમાં લાશ શોઘી. 35 વર્ષ જૂના હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચને લાશના કંકાલ કે પછી કોઈ અવશેષ મળી આવતા વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાયો છે.. પરિવારના સભ્યોને મૃતકના વારંવાર ભ્રમનો અનુભવ થવા લાગ્યો, જેના કારણે ભય અને માનસિક તકલીફ વધી ગઈ હતી. તેઓએ રાહત મેળવવાના અનેક પ્રયાસો કર્યા. પરિવાર ગુપ્ત પ્રથાઓ અને ઉપાયો તરફ વળ્યા હતા. આ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી સામે આવતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેના બાદ તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા આખરે અવશેષો મળી આવ્યા અને લાંબા સમયથી દફનાવવામાં આવેલા ગુનાનો ખુલાસો થયો. હાલમાં વટવામાં મૃતદેહનું ઉત્ખનન ચાલી રહ્યું છે. ત્યારે 1992માં થયેલી હત્યામાં પતિ શમસુદ્દીન અને તેના ભાઈની ધરપકડ કરી છે.

કિસ્સાની શરૂઆત એવી હતી કે, ૧૯૯૨માં થયેલ એક મહિલાના અત્યંત અસામાન્ય અને રસપ્રદ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. જે-તે સમયે એક મહિલા પીડિતાના મૃતદેહને આરોપીના નિવાસસ્થાનમાં આવેલા એક ઘરેલુ કૂવામાં ગુપ્ત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગુનો વર્ષો સુધી છુપાયેલો રહ્યો હતો. શંકાસ્પદના પરિવારમાં એક વિચિત્ર ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચને ગુનો શોધવામાં સફળતા મળી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version