Site icon hindtv.in

જેઇઇ મેન્સ 2025 સત્ર 2નાં પરિણામો જાહેર

જેઇઇ મેન્સ 2025 સત્ર 2નાં પરિણામો જાહેર
Spread the love

જેઇઇ મેન્સ 2025 સત્ર 2નાં પરિણામો જાહેર
સુરતની એલન કરિયર ઇન્સ્ટીટયુટના ૩ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઈન્સમાં બાજી મારી
કલ્પ શાહ, આગમ શાહ અને મોક્ષ ભટ્ટે જેઇઇ મેઈન્સમાં બાજી મારી

સુરતની એલન કરિયર ઇન્સ્ટીટયુટના ૩ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઈન્સમાં બાજી મારી છે. કલ્પ શાહ, આગમ શાહ અને મોક્ષ ભટ્ટે જેઇઇ મેઈન્સમાં બાજી મારી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે જેઇઇ મેન્સ 2025 સત્ર 2નાં પરિણામો જાહેર કર્યાં છે . પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને જેઇઇ એડવાન્સ્ડ માટે કટ-ઓફ પણ જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ 24 ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે.આ પરિણામમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સ્થાન મેળવ્યું છે ત્યારે સુરતની એલન કરિયર ઇન્સ્ટીટયુટના ૩ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઈન્સમાં બાજી મારી છે. કલ્પ શાહે ઓલ ઇન્ડિયા રેનકમાં ૩૪મો ક્રમાંક હાંસલ કરી સુરતમાં પહેલો ક્રમાંક મેળવ્યો છે. આગમ શાહે ઓલ ઇન્ડિયા રેનકમાં ૮૭ મો ક્રમાંક હાંસલ કર્યો છે જ્યારે મોક્ષ ભટ્ટે ઓલ ઇન્ડિયા રેનકમાં ૧૪૨ ક્રમાંક હાંસલ કરી સુરતમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. કલ્પ શાહે મેથેમેટિક્સમાં ૧૦૦ પ્રસનટાઈલ મેળવ્યા છે જ્યારે આગમ શાહે મેથેમેટિક્સ અને ફીજીક્સમાં ૧૦૦ – ૧૦૦ પ્રસનટાઈલ મેળવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે , જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ 24 ઉમેદવારે 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ 24 ઉમેદવારમાંથી, 7 રાજસ્થાનના, 3-3 મહારાષ્ટ્ર, તેલંગાણા અને યુપીના, 2-2 પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હીના છે. એક-એક કર્ણાટક અને આંધ્રપ્રદેશના છે. 100 પર્સન્ટાઇલ મેળવનારાઓમાં 21 ઉમેદવારો સામાન્ય શ્રેણીના છે.

Exit mobile version