Site icon hindtv.in

સુરતના વરાછામાં આવેલ કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60 ટકા

સુરતના વરાછામાં આવેલ કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60 ટકા
Spread the love

સુરતના વરાછામાં આવેલ કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60 ટકા
ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ
આજે જાહેર થયેલ પરિણામમાં સુરતનું પરિણામ 86.20 ટકા

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52 ટકા પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24 ટકા પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68 ટકા આગળ રહી બાજી મારી છે. જેમાં સુરતના વરાછામાં આવેલ કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60 ટકા પરિણામ આવ્યું છે

આજે જાહેર થયેળ ધોરણ 10 નું બોર્ડનું પરિણમે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org અને વ્હોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20 % આવ્યું છે જેમાં સુરતના વરાછામાં આવેલ કૌશલ વિદ્યાભવનનું પરિણામ 99.60 ટકા પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કૌશલ વિદ્યાભવનમાં A1 માં 120 અને A2 માં 78 વિદ્યાર્થીઓ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે

27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ-10 માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી. ગણિત, વિજ્ઞાન, ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ગણિતમાં 16.53%,, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71%, વિદ્યાર્થી નાપાસ થયા છે. જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version