સુરતની શિવ સાગર ઈંગ્લીશ સ્કૂલનું પરિણામ 81.98 % આવ્યું
સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ
6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ આવ્યું છે. પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓમાં આતુરતાનો અંત આવ્યો છે અને રાજ્યભરમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલ હલધરું સ્થિત શિવ સાગર ઈંગ્લીશ સ્કૂલમાં પરિણામને લઈને ખુશીની લાગણી જોવા મળી. શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી, સાથે જ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી.આ વર્ષે સુરત શહેરમાં કુલ 6475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે શિવ સાગર ઈંગ્લીશ સ્કૂલનું પરિણામ 81.98 ટકા નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ સારું છે.
શાળાના પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં 1 વિદ્યાર્થી, A2 ગ્રેડમાં 15 વિદ્યાર્થીઓ અને B1 ગ્રેડમાં 21 વિદ્યાર્થીઓએ બાજીમારી કરી છે.શાળાના શિક્ષકો અને ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી. સારા પરિણામને લઈને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.આ રીતે રાજ્યભરમાં પરિણામને લઈને વિવિધ શાળાઓમાં ઉજવણી અને ભાવનાત્મક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

