Site icon hindtv.in

ગેરકાયદે દબાણો પર પાલિકાની લાલ આંખ,

ગેરકાયદે દબાણો પર પાલિકાની લાલ આંખ,
Spread the love

ગેરકાયદે દબાણો પર પાલિકાની લાલ આંખ,
બમરોલીમાં અનેક કોમર્શિયલ દુકાનો કરાઈ સીલ

સુરત શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પગલાં ભરી રહી છે. આજ રોજ શહેરના બમરોલી મેઈન રોડ પર આવેલી વિનાયક નગર સોસાયટીની બહાર આવેલી અનેક કોમર્શિયલ દુકાનો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે.

બમરોલી પિયુષ પોઈન્ટ પાસે આવેલી વિનાયક નગર સોસાયટીની બહાર એક ઝાંખી દબાણના ભાગરૂપે દુકાનો બનાવાઈ હતી, જે સોસાયટીની પ્રોપર્ટી અને મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે ઉભી કરવામાં આવી હતી. શહેરની વ્યવસ્થિતતા જળવાય રહે અને ટ્રાફિક તથા સુરક્ષા બાબતોમાં ખલેલ ન પડે તે હેતુથી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન – એ (ઉધના) વિભાગ દ્વારા આ દુકાનોને આજે સીલ કરવામાં આવી છે.મ્યુનિસિપલ તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં દુકાનદારો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા, તંત્રએ કાયદેસર પગલાં રૂપે દબાણ હટાવવાની અને દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરી.સલામતીના દૃષ્ટિકોણે કાર્યવાહી દરમ્યાન પોલીસની હાજરી પણ રાખવામાં આવી હતી. મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે આવી કાર્યવાહી આવી પાછી પણ થતી રહેશે.

 

Exit mobile version