Site icon hindtv.in

વડાપ્રધાન તરીકે સૌથી વધુ 4399 દિવસ પૂર્ણ કરવાનો પીએમ મોદીના નામે રેકોર્ડ

વડાપ્રધાન તરીકે સૌથી વધુ 4399 દિવસ પૂર્ણ કરવાનો પીએમ મોદીના નામે રેકોર્ડ
Spread the love

વડાપ્રધાન તરીકે સૌથી વધુ 4399 દિવસ પૂર્ણ કરવાનો પીએમ મોદીના નામે રેકોર્ડ
12 વર્ષ પૂર્ણ થવા પર વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014, 2019 અને 2024 માં સતત ત્રણ લોકસભા ચૂંટણીઓ જીતી. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે પીએમ મોદીને દેશ અને દુનિયામાંથી અભિનંદન મળી રહ્યા છે. 12 વર્ષ પૂર્ણ થવા પર વડોદરા શહેર ભાજપપ્રમુખ જયપ્રકાશ સોનીનું નિવેદન સાંભળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ સૌથી લાંબા સમય સુધી દેશની સેવા કરનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યો છે. નેહરુએ 13 મે, 1952ના રોજ પહેલી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને સતત 4398 દિવસ સુધી સેવા આપી હતી. નરેન્દ્ર મોદીએ હવે 4399 દિવસ વડાપ્રધાન તરીકે પૂર્ણ કર્યા છે, જે સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન મોદીએ 26 મે, 2014ના રોજ પહેલી વાર વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ત્યારથી તેમનો કાર્યકાળ અવિરત ચાલુ છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014, 2019 અને 2024 માં સતત ત્રણ લોકસભા ચૂંટણીઓ જીતી. આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે પીએમ મોદીને દેશ અને દુનિયામાંથી અભિનંદન મળી રહ્યા છે. પીએમ મોદીની લાંબી રાજકીય સફર અને નેતૃત્વ ક્ષમતાઓની પ્રશંસા કરતા તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમનો સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે વડાપ્રધાન મોદીએ સતત 4,399 દિવસ સેવા આપીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version