Site icon hindtv.in

સુરતમાં બિનવારસી કારમાંથી બિયરનો જથ્થો મળ્યો

સુરતમાં બિનવારસી કારમાંથી બિયરનો જથ્થો મળ્યો
Spread the love

સુરતમાં બિનવારસી કારમાંથી બિયરનો જથ્થો મળ્યો
મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
સારોલી પોલીસે કાર અને દારૂનો જથ્થો કબ્જે લઈ તપાસ હાથ ધરી

સુરતની સારોલી પોલીસે બિનવારસી હાલતમાં પાર્ક કરાયેલી મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સુરતની સારોલી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કડોદરા સુરત રોડ પરથી કારને ઝડપી પાડી હતી. મહારાષ્ટ્ર પાર્સિંગ ની કારમાં તપાસ કરતા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. બિનવારસી હાલતમાં પડેલી કારમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હોય જેને લઈ સારોલી પોલીસે કાર અને દારૂનો જથ્થો કબ્જે લઈ અજાણ્યા કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version