Site icon hindtv.in

માંડવીમાં સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કાર્યક્રમ યોજ્યો

માંડવીમાં  સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કાર્યક્રમ યોજ્યો
Spread the love

માંડવીમાં સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત કાર્યક્રમ યોજ્યો
“એકદિન એક ઘંટા એક સાથ સ્વચ્છ”અંગેનો કાર્યક્રમ યોજાયો
સ્વછતા રેલી,ગામ માં જાહેર જગ્યાની સફાઈ કરવામાં આવી
ડોર ટુ ડોર કચરા કલેશન માટે પ્રતીક સ્વરૂપે ડસ્ટબિન આપ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના જામણકુવા ગામે સુરત જિલ્લાનો સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત “એકદિન એક ઘંટા એક સાથ સ્વચ્છ”અંગેનો કાર્યક્રમ યોજાયો

માંડવી તાલુકાના જામણકુવા ગામ ખાતે સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત .કુંવરજીભાઇ હળપતિ મંત્રીશ્રી ગ્રામ વિકાસ,શ્રમ અને રોજગાર, ના અધ્યક્ષ પણા હેઠળ આજ રોજ જામણકુવા ગામે “એકદિન એક ઘંટા એક સાથ સ્વચ્છ” પ્રોગ્રામની શરૂઆત શ્રી પંડિત દિન દયાલ ઉપાધ્યાય ને પુષ્પ અર્પણ કરીને સ્વચ્છતા ના કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી હતી. જેમાં સ્વછતા રેલી,ગામ માં જાહેર જગ્યાની સફાઈ કરવામાં આવી, ડોર ટુ ડોર કચરા કલેશન માટે પ્રતીક સ્વરૂપે ડસ્ટબિન આપ્યા, સ્વચ્છતા શપત, સફાઈ કમચારી ઓ ને શાલ ઓઢડી સન્માન કરવામાં આવ્યું હેલ્થ ચેક, વિગેરે પ્રોગ્રામ કર્યા હતા. આ કાર્યક્રમ માં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ .બી પ્રજાપતિ સાહેબ , તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ ચૌધરી પ્રાંત સાહેબ કૌશિક જાદવ, તાલુકા વિકાસ અધિકારી રવીન્દ્ર્સીહ સોલંકી, મામ્લાદાર , તાલુકા પંચાયત ના સભ્યઓ જામણ કુવા ગામના સરપંચ વર્ષાબેન ચૌધરી તથા જામણ કુવા ગામ ના તમામ સભ્યો તાલુકાના સંગઠન વિવિધ હોદેદારો વિગેરે મહાનુભાવો હાજર રહ્યા અને કાર્યકમ પૂર્ણ આનંદ અને ઉલાશ લોકોમાં જોવા મળ્યો..

Exit mobile version