Site icon hindtv.in

સુરતના સચીન ખાતે જ્વેલર્સમાં ઘુસી લુંટ ચલાવનારનું સરઘસ

સુરતના સચીન ખાતે જ્વેલર્સમાં ઘુસી લુંટ ચલાવનારનું સરઘસ
Spread the love

સુરતના સચીન ખાતે જ્વેલર્સમાં ઘુસી લુંટ ચલાવનારનું સરઘસ
જ્વેલર્સ માંલિકની ગોળી મારી હત્યા કરનાર લોકોના હાથે ઝડપાયો હતો
આરોપી દિપક પાસવાનને સાથે રાખી ઘટનાનું રીકંસ્ટ્રક્શન કર્યું

સુરતના સચીન ખાતે જ્વેલર્સમાં ઘુસી લુંટ ચલાવ્યા બાદ જ્વેલર્સ માંલિકની ગોળી મારી હત્યા કરનાર લોકોના હાથે ઝડપાયેલા એક આરોપીને સચીન પોલીસે સ્થળે લઈ જઈ ઘટનાનુ રિકન્સ્ટ્રકશન કર્યુ હતું.

સુરતના સચીન ખાતે ગત સોમવારના રોજ સચીન ખાતે ભર બજારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લુંટ વીથ મર્ઢરની ઘટના બની હતી. મોડી સાંજે સાડા આઠ થી પણા નવ વાગ્યાના સમયે દુકાનમાં ઘુસી આવેલા લુંટારૂઓએ તમંચાની અણીએ લુંટ ચલાવી હતી અને ત્યારબાદ પ્રતિકાર કરનાર જ્વેલર્સ માલિક અશ્વિન રાજપરાને બે ગોળી ધરબી દેતા જ્વેલર્સને હોસ્પિટલે ખસેડાતા મોત નિપજ્યું હતું. તો લુંટ વીથ મર્ડરની ઘટનાને અંજામ આપી ભાગી રહેલા હત્યારાઓમાંથી એકને લોકોએ પકડી મેથીપાક આપતા તે અધમુવો થયો હતો જેને પોલીસને સોંપ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાંથી રજા મળતા પોલીસે આરોપી દિપક પાસવાનને સાથે રાખી ઘટનાનું રીકંસ્ટ્રક્શન કર્યું. તો આ સમયે મોટી સંખ્યામાં લોકો પણ હત્યારા લુંટારૂને જોવા ઉમટી પડ્યા હતા અને લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Exit mobile version