ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ
સમય મર્યાદા પુર્ણ થઈ ત્યાં સુધી 55 હજાર રત્નકલાકારોના ફોર્મ
300 સ્કુલમાં 65 હજાર ફોર્મ ભર્યા
ગુજરાત સરકાર દ્વારા રત્નકલાકાર સહાય માટે શરૂ કરેલી ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થઈ છે તો સમય મર્યાદા પુર્ણ થઈ ત્યાં સુધી 55 હજાર રત્નકલાકારોએ 300 સ્કુલમાં 65 હજાર ફોર્મ ભર્યા છે.
ગુજરાત સરકારે રત્ન કલાકાર સહાય માટેની પ્રક્રિયા પૂર્ણ કરી છે. સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી સુરતમાં 55000 થી વધુ રત્નકલાકારોએ પોતાના બાળકની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે. 55000 રત્ન કલાકારોએ 300 સ્કૂલમાં 65,000 ફોર્મ ભર્યા છે. રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ ભરી જમા કરાવ્યા હતાં. સાથે ભલામણ પત્રો માટે તમામ ફોર્મ સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે. રત્નકલાકારોના વિદ્યાર્થી દીઠ 13,500 રૂપિયા ફી સહાય ચૂકવવા સરકારે જાહેરાત કરી હતી ત્યારે હવે ફોર્મ મુજબ રત્ન કલાકારની નોકરી છૂટી ગઈ હોય કે કર્મચારી કંપનીના હતા કે નહીં તે અંગે તપાસ કરાશે તેમ જાણવા મળ્યુ છે.

