સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી ખાડીપૂરની સમસ્યા
ખાડીપૂરની સમસ્યાને ટાળવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું
ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી શરૂ
સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી ખાડીપૂરની સમસ્યાને ટાળવા માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના સંકલનથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની હાજરીમાં ખાડીના પાણીના વહેણમાં અવરોધરૂપ બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સુરત શહેરને ખાડીપૂરની સમસ્યામાંથી મુક્ત કરવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં ઝીંગા તળાવો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ધારાસભ્ય સંદીપ દેસાઈ અને મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન દેસાઈએ ખાડીપૂરના નકશા અને અસરગ્રસ્ત વિસ્તારો અંગે મંત્રીને વિગતવાર માહિતી આપી હતી. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ખાડી વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર આવા તળાવો ખાડીના કુદરતી પાણીના વહેણને અવરોધે છે, જેના કારણે ભારે વરસાદ સમયે સુરત શહેરમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાય છે.આગામી દિવસોમાં પણ ખાડીના વહેણને નડતરરૂપ બનેલા તમામ ગેરકાયદેસર ઝીંગાતળાવો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન શહેરને પૂરની સમસ્યામાંથી રાહત મળી શકે.

