Site icon hindtv.in

અમદાવાદ ચંડોળામાં ઘૂસણખોરોના દબાણનો સંપૂર્ણ સફાયો થશે.

અમદાવાદ ચંડોળામાં ઘૂસણખોરોના દબાણનો સંપૂર્ણ સફાયો થશે.
Spread the love

અમદાવાદ ચંડોળામાં ઘૂસણખોરોના દબાણનો સંપૂર્ણ સફાયો થશે.
સંપૂર્ણ દબાણ નહીં હટે ત્યાં સુધી કામગીરી નહીં અટકે.
ઘૂસણખોરોના દબાણ પર રાજ્ય સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ છે. ત્યારે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. 18 લોકોએ ડિમોલિશન પર સ્ટે મૂકવા માટે અરજી કરી હતી. આ અંગે હાઇકોર્ટે 11.15 વાગ્યાથી લઈ 12.45 વાગ્યા સુધી એમ દોઢ કલાક સુનાવણી કરી હતી.

અમદાવાદના ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા ખાતે થઈ છે. ત્યારે આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે, ગેરકાયદે બાંધકામો તોડવાની 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે.કેટલાં બાંધકામ તૂટ્યા તેનો અંદાજ અમે અત્યારે આપી શકીએ એમ નથી. પરંતુ 1500થી 2000 જેટલા ઝૂંપડાઓ છે તેમાંની 50 થી 60 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસ તંત્ર સાથે 7 ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો ડિમોલિશનમાં જોડાઈ છે. વર્ષો જૂના બાંધકામ હતાં. તળાવોમાં ગેરકાયદે બાંધકામ થયા હતા જેને તોડવાની કામગીરી થઇ રહી છે. વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યા હતા જે અંગે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કેમ કાર્યવાહી ન કરી તેના સવાલ પૂછતા પોલીસ અધિકારીએ પ્રેસ અટકાવી દીધી.

અરજદારના એડવોકેટ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, 18 ભારતીયોએ ડિમોલિશન સ્ટે માટે અરજી કરી હતી. હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઈ કરી હતી. જો કે તેમના પુનર્વસન માટે આગામી સમયમાં અરજી કરી શકે છે. જો ગેરકાયદેસર રીતે રહેતા હોય તો પણ 15 દિવસની નોટિસ આપવી જોઈએ. બાંગ્લાદેશી છે કે નહીં તે નક્કી કરવાની બાબત પોલીસની નથી. અરજદારો 50 વર્ષથી અહીં રહે છે. પહેલગામ હુમલા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? પોલીસે પકડેલા મોટાભાગના લોકો બાંગ્લાદેશી નહીં ભારતીય નીકળ્યા છે. પોલીસ બાંગ્લાદેશી હોવાનું સ્વીકારવા માટે શોક આપવા જેવા કાર્યો કરે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version