Site icon hindtv.in

શાહરૂખ ખાન દેશદ્રોહી કહેતા રાજકીય વાતાવરણ ગરમાયુ

શાહરૂખ ખાન દેશદ્રોહી કહેતા રાજકીય વાતાવરણ ગરમાયુ
Spread the love

શાહરૂખ ખાન દેશદ્રોહી કહેતા રાજકીય વાતાવરણ ગરમાયુ
IPL માં બાંગ્લાદેશી ખેલાડીની પસંદગીથી રોષ
UP ના BJP ના પૂર્વ MLAએ શાહરૂખ ખાન પર કર્યા પ્રહાર

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા સંગીત સોમે મેરઠમાં શાહરૂખ ખાનને ‘દેશદ્રોહી’ ગણાવી મોટો વિવાદ છેડ્યો છે.

UP ના BJP ના પૂર્વ MLAએ શાહરૂખ ખાન પર આરોપ લગાવ્યો કે શાહરૂખ રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મુદ્દે તેમણે વિપક્ષને આડેહાથ લીધા અને પીએમ મોદીના નેતૃત્વના વખાણ કર્યા. સાથે જ, ઉત્તર પ્રદેશમાં ગુંડાઓનો સફાયો થયો હોવાનો દાવો કરતા આગામી ચૂંટણીમાં ભાજપની મોટી જીતની ભવિષ્યવાણી પણ કરી હતી, મેરઠના સરધનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઠાકુર સંગીત સોમે ફરી એકવાર પોતાના નિવેદનોથી રાજકીય ગરમાવો લાવી દીધો છે. અટલ સ્મૃતિ સંમેલન અને મતદાર સમીક્ષા કાર્યશાળામાં જનસભાને સંબોધતા તેમણે શાહરૂખ ખાનથી લઈને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સુધીના મુદ્દાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે “શાહરૂખ ખાન દેશદ્રોહી છે” સંગીત સોમનો ગંભીર આરોપ અભિનેતા શાહરૂખ ખાન પર નિશાન સાધતા સંગીત સોમે કહ્યું કે, “દેશમાં કેટલાક લોકો ક્રિકેટ અને ફિલ્મો દ્વારા રાષ્ટ્ર વિરોધી શક્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે

મેરઠના સરધનાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતાએ શાહરૂખને લઇને મોટું નિવેદન આપતા દેશમાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે “શાહરૂખ ખાન દેશદ્રોહી છે” તેમણે દાવો કર્યો હતો કે શાહરૂખ ખાને 9.5 કરોડમાં બાંગ્લાદેશી ખેલાડી ખરીદ્યો છે. સંગીત સોમે શાહરૂખને ‘દેશદ્રોહી’ ગણાવતા ઉમેર્યું કે, હવે દેશ આવા લોકોને ઓળખી ગયો છે અને ભારતને હવે આવા લોકોની કોઈ જરૂર નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version