Site icon hindtv.in

રાંદેરમાં મંદિર પાસેથી શંકાસ્પદ બેગ મળતા પોલીસ દોડતી થઇ

રાંદેરમાં મંદિર પાસેથી શંકાસ્પદ બેગ મળતા પોલીસ દોડતી થઇ
Spread the love

રાંદેરમાં મંદિર પાસેથી શંકાસ્પદ બેગ મળતા પોલીસ દોડતી થઇ
દિલ્હી બ્લાસ્ટ બાદ શંકાસ્પદ બેગ મળતા સુરત પોલીસ એલર્ટ
ખાલી જગ્યાએ બેગ લઈ જઈ તપાસ કરી

દિલ્હી કાર બ્લાસ્ટ કેસ બાદ ગુજરાત અને સુરત પોલીસ એલર્ટમાં છે ત્યારે રાંદેરમાં મંદિર પાસેથી શંકાસ્પદ બેગ મળતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી જો કે બેગ ખાલી હોય હાશકારો અનુભવાયો હતો.

દિલ્હી બ્લાસ્ટ કેસને લઈ સુરત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે રાંદેર મેઈન રોડ પર ગણપતિ મંદિર નજીક એક શંકાસ્પદ બેગ મળી આવી હતી જેને લઈ પોલીસે ત્વરિત બોમ્બ સ્કવોર્ડને સ્થળે બોલાવી હતી અને ખાલી જગ્યાએ બેગ લઈ જઈ તપાસ કરી હતી. જો કે બેગ ખાલી હોય હાશકારો અનુભવાયો હતો. જો કે લાવારિસ બેગ કોણ મુકી ગયુ તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version