Site icon hindtv.in

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે નાટક રજૂ કરાયું.

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે નાટક રજૂ કરાયું.
Spread the love

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે નાટક રજૂ કરાયું.
સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગાના ત્રણ ભગીરથ અંગે નાટક રજૂ કરાયું.

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગાના ત્રણ ભગીરથ અંગે નાટક રજૂ કરાયું.

માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત સંઘ ગંગા ના ત્રણ ભગીરથ અંગે તાપી વન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સંઘના પ્રથમ ત્રણ સર સંઘચાલકોની વાર્તા આવરી લેવામાં આવી હતી જેમાં મુખ્ય પ્રસંગો ખૂબ જ સુંદર રીતે નાટક કલાકારો દ્વારા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું આ નાટક બે ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું. જેથી આજની યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય એવા શુભ હેતુથી આ નાટક રજૂ કરાયુ હતુ. સુરત જિલ્લા માનનીય સંઘચાલક ડો. ધ્રુવિતભાઈ ચૌધરી દ્વારા કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાપી વન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદ પ્રભુ વસાવા, ટ્રસ્ટના સચિવ મિહિરવસાવા તથા તાલુકા અને નગરમાંથી સજ્જન શક્તિ કહી શકાય એવા સમાજના લોકો ઉપસ્થિત રહી નાટક નિહાળ્યું હતું. અંતે તાપી વન વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ કલાકારો નો સન્માન કરવામાં આવ્યું હતું….

Exit mobile version