Site icon hindtv.in

યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કારાયો

યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કારાયો
Spread the love

યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કારાયો
પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો
મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે અઢી કલાક વહેલું બંધ થશે

અરવલ્લી યાત્રાધામ શામળાજી મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કારાયો. પૂર્ણિમાએ ચંદ્ર ગ્રહણને પગલે દર્શનનો સમય બદલાયો. મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે અઢી કલાક વહેલું બંધ થશે.

અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં પૂર્ણિમા અને ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ, મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે નિયત સમય કરતાં અઢી કલાક વહેલું બંધ થશે. શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ર્શનના નવા સમયપત્રકની વિગતો ચંદ્રગ્રહણના કારણે દર્શનના સમયમાં ફેરફાર થવાથી ભક્તોને અગવડ ન પડે તે માટે અહીં વિગતવાર સમયપત્રક આપેલું છે:

મંદિર ખુલવાનો સમય:
સવારે 5:00 કલાકે
મંગળા આરતી: સવારે 5:45 કલાકે
શણગાર આરતી: સવારે 8:00 કલાકે
રાજભોગ અર્પણ: સવારે 10:00 કલાકે
રાજભોગ આરતી: સવારે 10:45 કલાકે

મંદિર બંધ થવાનો સમય: સવારે 11:30 કલાકે
બપોર અને સાંજનો દર્શન સમય
બપોર અને સાંજના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે
ઉત્થાપન (મંદિર ખુલશે): બપોરે 12:45 કલાકે
સંધ્યા આરતી: સાંજે 4:30 કલાકે
શયન આરતી: સાંજે 5:30 કલાકે
મંદિર મંગલ બંધ થશે: સાંજે 6:00 કલાકે (નિયમિત સમય કરતાં અઢી કલાક વહેલું) મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર, પૂર્ણિમાના બીજા દિવસે મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. ત્યારબાદ દર્શન ફરીથી રાબેતા મુજબના નિયમિત સમયે શરૂ થશે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ દર્શને આવે જેથી કોઈ અગવડતા ન થાય.

Exit mobile version