Site icon hindtv.in

સુરતના વરાછામાં મકાનનો ભાગ તૂટ્યો

સુરતના વરાછામાં મકાનનો ભાગ તૂટ્યો
Spread the love

સુરતના વરાછામાં મકાનનો ભાગ તૂટ્યો
જર્જરિત મકાન મુદ્દે અગાઉ કરી હતી રજૂઆત
વર્ષા સોસાયટી વિભાગ એકમાં એક મકાન ધરાશાઈ
ઘટનામાં કોઈ જાનહાની થઈ ન થતા હાશકારો અનુભવાયો

સુરતમાં અચાનક વરસેલા વરસાદને લઈ વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ એકમાં મોટી દુર્ઘટના બની હતી જેમાં એક જુનો જર્જરીત મકાન ધરાશાઈ થઈ ગયો હતો જો કે સદનસીબે આ મકાન ધરાશાઈ થયો તેમાં કોઈ જાનહાની થઈ ન હતી.

સુરતમાં હવામાન વિભાગની આગાહીને લઈ સોમવારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યા પછી વરસાદ વરસ્યો હતો. જેમાં વરાછા વિસ્તારમાં એક જુનો જર્જરીત મકાન ધરાશાઈ થયો હતો. વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા સોસાયટી વિભાગ એકમાં એક મકાન ધરાશાઈ થયો હતો. મકાન માલિકને જર્જરિત મકાનની અવાર નવાર રજુઆત કરાઈ હોવા છતા કોઈ કાર્યવાહી કરાઈ ન હોય જે કમોસમી વરસાદમાં ધરાશાઈ થતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો કે મકાન ધરાશાઈ થતા કોઈ જાનહાની થઈ ન હોય હાશકારો અનુભવાયો હતો.

Exit mobile version