સુરતના ભિમરાડ ખાતે શિવ રેસીડેન્સીની પાર્કિંગ દિવાલ પડી
ડેવલોપર્સ, આર્કિટેક, સ્ટ્રક્ચર એન્જિનિયરના લાયસન્સ રદ
ડેવલોપર્સનું અનિચ્છનીય મુદત સુધી બાંધકામ બંધ કર્યું
પાલિકાએ હજુ સુધી પોલીસ ફરિયાદ નહિ કરતા અનેક સવાલ
સુરતના અલથાણ ભિમરાડ ખાતે શિવ રેસીડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલે સુરત મનપા દ્વારા ડેવલોપર્સ, આર્કીટેક અને સ્ટ્રક્ચર એન્જિનિયર તથા સાઈડ સુપરવાઈઝરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. જ્યારે એસવીએનઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરી રહેવા દેવાશે. પરંતુ પાલિકાએ હજુ સુધી પોલીસ ફરિયાદ નહિ કરતા અનેક સવાલ ઉભા થયા છે
સુરતના અલથાણ ભીમરાડ ખાતે આવેલી શિવ રેસીડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલો વિવાન ડેવલપર્સનો રાજ લક્ષ્મી પ્રોજેક્ટ્સના ખોદકામને કારણે ઘટના બની હોય જે મામલે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશ્નર મનીષ ડોક્ટરે ખુલાશો કર્યો હતો અને જણાવ્યુ હતુ કે શિવ રેસીડેન્સી ની ઘટના ડેવલોપર્સની બેદરકારીને કારણે બની છે જેથી ડેવલોપર્સ, આર્કિટેક, સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઈડ સુપરવાઇઝરના લાયસન્સ રદ કર્યા છે. આ વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને શો કોઝ નોટિસ પાઠવી છે. તો મહાનગર પાલિકા દ્વારા ડેવલોપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી કરી રદ્દ કરી દેવાય છે. પરંતુ પાલિકાએ હજુ સુધી પોલીસ ફરિયાદ નહિ કરતા અનેક સવાલ ઉભા થયા છે
ડેવલોપર્સનું મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી બાંધકામ બંધ કર્યું છે. માટી ધસી પડતા શિવ રેસીડેન્સીના ચાર બિલ્ડીંગના 195 ફ્લેટના પરિવારોને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કર્યા છે અને એસવીએનઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરી રહેવા દેવામાં આવશે. આવનાર એક દિવસમાં તમામ પરિવારોને ફરી પોતાના આવાસમાં રહેવા આવી જાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા ડેવલોપર્સ પાસે રાત દિવસ માટી પુરાણ સાથેનું કામ કરાવ્યું છે. ડેવલોપર્સના તમામ માણસો તેમની બધી જ મશીનરી રાત દિવસ કામગીરીમાં જોડી દેવાયો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

