સુરતમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરાયુ
સુરતથી 1600 બસોનું સંચાલન કરવામાં આવશે
220 જેટલી બસનુ ગ્રુપ બુકિંગ થયુ
સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનુ શરૂ કર્યુ છે ત્યારે 220 જેટલી બસનુ ગ્રુપ બુકિંગ થયુ છે.
દિવાળીના તહેવાર ને એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો નું સંચાલન શરૂ કરાયુ છે. ત્યારે આ વખતે ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બસો પણ શરૂ કરવામાં આવી છે. સુરતથી 1600 બસોનું સંચાલન કરવામાં આવશે જેને લઈ અત્યાર સુધીમાં 220 જેટલી બસનું ગ્રુપ બુકિંગ થયું છે. તો આગામી 5 દિવસ તત્કાલ બુકિંગ દ્વારા બસ ઉપાડવામાં આવશે તેમ જણાવાયુ હતું.

