Site icon hindtv.in

સુરત : લિંબાયતમાં થયેલી હત્યાના ભેદ ઉકેલાયો

સુરત : લિંબાયતમાં થયેલી હત્યાના ભેદ ઉકેલાયો
Spread the love

સુરત : લિંબાયતમાં થયેલી હત્યાના ભેદ ઉકેલાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેને પકડી પાડ્યો
રમજાન સરદાર શેખ અને અફસર બોડા ખાનની ધરપકડ

લિંબાયત વિસ્તારમાં રાજસ્થાની યુવાનની કરાયેલી હત્યા મામલે નાસતા ફરતા વધુ બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે લિંબાયત પોલીસ મથકની હદમાં ચકચારી આલોક અગ્રવાલ નામના રાજસ્થાની યુવાનની કરાયેલી હત્યા મામલે વધુ બે આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓ જેમાં મુળ મહારાષ્ટ્રનો અને હાલ બાપુનગર ખાતે રહેતા રમજાન ઉર્ફે પાડા સરદાર શેખ તથા બીજો યુપીનો અને હાલ ઉન ખાતે રહેતા અફસર ઉર્ફે બોડા ખાનને ઝડપી પાડયા છે. તો ઝડપાયેલા આરોપીઓએ હત્યારાઓને ભાગવામાં મદદ કરી હોવાનુ સામે આવ્યુ છે.

Exit mobile version