લિંબાયત સુદામ પાટીલની કરાયેલી હત્યા
હત્યા મામલે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
આરોપીઓનુ રિ-કન્સ્ટ્રક્શન કરાતા લોકોના ટોળેટોળા એકત્રીત થયા
લિંબાયતના સંજય નગર ખાતે સુદામ પાટીલની કરાયેલી હત્યા મામલે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવાયુ હતુ.
સુરતના લિંબાયતના સંજયનગર ખાતે સુદામ પાટીલની હત્યા કરનારાઓને લિંબાયત પોલીસે મોડી રાતે ઝડપી પાડ્યા હતાં. પોલીસે બે આરોપીઓ બીપીન પ્રવીણ દેવરે અને રાજેશ બદાણેની ધરપકડ કરી હતી. તો ઝડપાયેલા આરોપી રાજેશની બહેનના મૃતક સુદામ પાટીલ સાથે આડા સંબંધ હોય જેની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયા કરતો હતો. અને જે ઝઘડાની અદાવતમાં બંને આરોપીઓએ મૃતક સુદામની સરાજાહેરમાં હત્યા કરી નાંખી હતી. તો આરોપીને ઝડપી કડકમાં કડક સજા મળે તે માટે લિંબાયત પોલીસ દ્વારા રી કન્ટ્રક્શન કરાયું હતું. તો મૃતકના પરિવારના સભ્યો દ્વારા બેનર લઈ ફાંસીની સજાની માંગણી કરાઈ હતી. આરોપીઓનુ રિ કન્સ્ટ્રક્શન કરાતા લોકોના ટોળેટોળા એકત્રીત થયા હતાં. અને ફાંસી આપો ફાંસી આપો ની માંગ કરી હતી.

