Site icon hindtv.in

સુરતના નાનપુરામાં વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતના નાનપુરામાં વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
Spread the love

સુરતના નાનપુરામાં વૃદ્ધ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલ્યો
ચોરી કરવા આવેલી મહિલાએ હત્યા કરી હોવાનો ખુલાસો
ઈસ્ત્રી વડે હુમલો કર્યા બાદ ગળે ટુંપો આપ્યો હોવાનો પોલીસનો દાવો

સુરતના અઠવા પોલીસ મથકની હદમાં નાનપુરા ટીમલિયાવાડના મોનાલીસા એપાર્ટમેન્ટમાં દાઉદી વ્હોરા સમાજની વૃદ્ધ મહિલાની હત્યાનો અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢી હત્યારી મહિલાને ઝડપી પાડી હતી. તો ચોરી કરવા આવેલી મહિલાએ ઈસ્ત્રી મારી ગળે ટુંપો આપી હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે.

સુરતના અઠવા પોલીસ મથકની હદમાં નાનપુરા ટીમલિયાવાડના મોનાલીસા એપાર્ટમેન્ટમાં દાઉદી વ્હોરા સમાજની વૃદ્ધ મહિલા અમિનાબેન હત્યા મામલે અઠવા પોલીસે હત્યા મહિલાને ઝડપી પાડી હતી. ચોરીના ઈરાદે આરોપી મહિલાએ વૃદ્ધ મહિલા અમીનાબેનના માથામાં ઈસ્ત્રી મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અઠવા પોલીસે ઘટનાની તપાસમાં આશરે 300 સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ નાનપુરા બહુમાળી બિલ્ડીંગ પાછળ ઈન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહેતા છાયાબેન મુકેશ શાહને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી. હાલ હત્યારી મહિલાની પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

Exit mobile version