Site icon hindtv.in

સુરતના ભેસ્તાનમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો.

સુરતના ભેસ્તાનમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો.
Spread the love

સુરતના ભેસ્તાનમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો.
બાળકોના ઝઘડાના મનદુઃખમાં 35 વર્ષના મોહંમદ સલમાનની હત્યા.
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો.

શહેરમાં છાશવારે હત્યાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ વધતા સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ગુનેગારોમાં તેનો કોઈ ડર જોવા મળતો નથી.

સુરતમાં ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં હત્યાની ઘટના બની છે, જેમાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આખરે શા માટે સુરતમાં ક્રાઈમની ઘટના વધી રહી છે ? કોઈ પણ પ્રકારની વિવાદ વિના સુરતનાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે. આખરે પોલીસે 30 વર્ષીય યુવક સલમાન રુસ્તમ સૈયદની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસ પાસે એક 30 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. રાત્રે 30 વર્ષીય યુવક સલમાન રુસ્તમ સૈયદની કોઈ અજાણ્યાં શખ્સો સાથે બોલાચાલી થાય છે અને બાદમાં મામલો હત્યાં સુધી પહોંચી જાય છે. અજાણ્યાં યુવકોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો તેના કારણે સલમાન રુસ્તમ સૈયદને ગંભીર ઈજાઓ પહોંચી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version