Site icon hindtv.in

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા
Spread the love

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા
પતિએ પત્નિની હત્યા કર્યા બાદ લાશને લાકડાની પેટીમાં પેક કરી
પુત્રએ માતાની હત્યાનો ભેદ ઉકેલ્યો

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. સલાબતપુરામાં પતિએ પત્નિની હત્યા કર્યા બાદ લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનુ પ્લાસ્ટર લગાવી દીધો હતો. હાલ પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી છે.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો હતો. તો પોલીસે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લઈને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ આને એક સુનિયોજિત કાવતરું માની રહી છે અને ફરાર આરોપી વિશાલને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

Exit mobile version