Site icon hindtv.in

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા
Spread the love

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા
સલાબતપુરામાં પતિએ પત્નિની હત્યા કર્યા બાદ લાશને પેટીમાં પેક કરી
પોલીસે લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી

સુરતમાં હત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે. સલાબતપુરામાં પતિએ પત્નિની હત્યા કર્યા બાદ લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનુ પ્લાસ્ટર લગાવી દીધો હતો. હાલ પોલીસે લાશનો કબ્જો લઈ પોલીસે તપાસ હાથ ધરી હત્યારા પતિને ઝડપી પાડ્યો હતો.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરી તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું હતું. હત્યારો પતિ વિશાલ સાલવી પાંચ દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી પોલીસ તથા પરિવારને છેતરતો રહ્યો હતો. તો પોલીસે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લઈને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ આને એક સુનિયોજિત કાવતરું માની રહી છે અને ફરાર આરોપી વિશાલને ગણતરીના કલાકોમાં જ સલાબતપુરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version