Site icon hindtv.in

સુરતમાં ઈચ્છાપોરમાં હત્યાનો ભેદ ઉકેલાયો

સુરતમાં ઈચ્છાપોરમાં હત્યાનો ભેદ ઉકેલાયો
Spread the love

સુરતમાં ઈચ્છાપોરમાં હત્યાનો ભેદ ઉકેલાયો
મિત્રએ જ મિત્રની હત્યા કર્યા હોવાનો ખુલાસો
રોહિત અને આકાશ વચ્ચે ઝઘડો થયો હતો

સુરતના ઈચ્છાપોરના ભાઠા ગામ માં યુવાનના થયેલા મોત મામલે ઈચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હત્યારાને ઝડપી પાડ્યો હતો.

સુરતના ઈચ્છાપોરના ભાઠા ગામમાં રોહિત નામના યુવાનના મોત મામલો પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. યુવાનના મોતને લઈ પહેલા તો તાડી પિવાથી મોત થયુ હોવાની ચર્ચા થઈ હતી. જેને લઈ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા મૃત રોહિતની તેના જ મિત્ર  આકાશ ઉર્ફે ગઢી રાઠોડએ હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. રોહિત અને આકાશ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં આકાશે રોહિતને ગળાના ભાગેથી પકડી પાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટના બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા આકાશ ઉર્ફે ગઢી રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version