Site icon hindtv.in

અઠવા વિસ્તારમાં પ્લમ્બરની હત્યા કેસ ઉકેલાયો

અઠવા વિસ્તારમાં પ્લમ્બરની હત્યા કેસ ઉકેલાયો
Spread the love

અઠવા વિસ્તારમાં પ્લમ્બરની હત્યા કેસ ઉકેલાયો
ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી પાડ્યો
ભાડેના મકાનમાં મળેલા પ્લમ્બરના મૃતદેહના કેસમાં મોટો ખુલાસો
અઠવામાં શંકામાં કરી પ્લમ્બરની હત્યા, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ભેદ ઉકેલાયો

અઠવા પોલીસ મથકની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બરની હત્યા કરાયેલી લાશ મળી આવવા મામલે અઠવા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હત્યારાને ઝડપી પાડ્યો હતો. તો શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યુ છે.

સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં આગાશી પર પતરાના શેડમાં દાહોદનો રાજુ વજેસીંગ સંગાડા ભાડેના રૂમમાં રહેતો હતો. તે ભાઈ-ભાભી સાથે અહીં રહેતો હતો. હાલમાં તેના ભાઈ-ભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા. ત્યારે ત્રીજી નવેમ્બરે પ્લમ્બર રાજુ સંગાડા વોશરૂમ પાસે પડેલો હતો. જે અંગે જાગૃત નાગરિકે જાણ કરતાં પોલીસે ત્યાં દોડી ગઈ હતી. તો તપાસ કરતા મૃતક રાજુને માથામાં 8-10 ઘા મારી હત્યા કરી હોવાનુ પ્રાથમિક તારણ સામે આવ્યુ હતું. તો  હત્યા કોણે કરી અને કયા કારણથી કરી તે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચે પલમ્બર રાજુ સંગાડાની હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા ત્યાં જ રહેતા સૌકતઅલી નિશાર અલી સૈયદને ઝડપી પાડ્યો હતો. તો આરોપીના ઘરમાં મૃતક આવતા જતા જોતો હોય પત્નિ અને બે દિકરીઓ પર નજર બગાડતો હોવાની શંકાએ હત્યા કરી હોવાની આરોપીએ કબુલાત કરી હતી.

Exit mobile version