Site icon hindtv.in

સુરતમાં પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત

સુરતમાં પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત
Spread the love

સુરતમાં પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત
માતા-પિતા અને પુત્રની અંતિમ યાત્રા એકસાથે નીકળી
માતા અને ભાભી આઘાતમાં બેભાન થઈ ગયાં

ગલતેશ્વર ખાતે તાપી નદીમાં કૂદીને આપઘાત કરનાર માતા-પિતા અને પુત્રના મૃતદેહ સુરતન કતારગામ ખાતે લાવવામાં આવ્યા હતા. સુરત ખાતે મૃતકના મોટાભાઈના કતારગામના પરસોતમ નગરના ઘરે ત્રણેયના મૃતદેહ લાવવામાં આવ્યા હતા. એક જ પરિવારના ત્રણના મોતના પગલે પરિવારજનોમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો. આ સાથે સમગ્ર પંથકમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

એક સાથે ત્રણ મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતા જ પરિવારજનો માં આક્રંદ ફેલાઈ ગયો હતો. હૈયાફાટ રૂદનના કારણે હાજર સૌ કોઈના આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારબાદ અંતિમ ક્રિયા ની વિધિ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ એક સાથે ત્રણેયની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી ગમગીની નો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ જહાંગીરપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ખાતે ત્રણેયની અંતિમવિધિ કરવામાં આવી હતી.

Exit mobile version