Site icon hindtv.in

માંડવી વન વિભાગએ ખેર તસ્કરીના આરોપી કરી ધરપકડ

માંડવી વન વિભાગએ ખેર તસ્કરીના આરોપી કરી ધરપકડ
Spread the love

માંડવી વન વિભાગએ ખેર તસ્કરીના આરોપી કરી ધરપકડ
માંડવી કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

માંડવી વન વિભાગએ ખેર તસ્કરીના આરોપીની ભીલાડ ખાતેથી ધરપકડ કરી. માંડવી કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

માંડવી વન વિભાગએ ખેરના તસ્કરી ગુનામાં ફરાર આરોપી અબ્બાસખાન હાફિઝખાન ભીલાડ જિલ્લા વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે, આરોપીને માંડવી કોર્ટમાં રજૂ કરતા માંડવી કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં માંડવી દક્ષિણના ગુના નંબર MSKC 2/10/24.25 તારીખ 14 જાન્યુઆરીના ગુના સંદર્ભે ધરપકડ કરવામાં આવી હતી. સુરત વન વિભાગના વન સરક્ષક પુનિત નૈયર નાયબ વન સરક્ષક ધીરજ કુમાર અને મદદનીશ વન સંરક્ષક હિતેશ આર જાદવની સૂચના મુજબ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.વન વિભાગે ખાનગી બાતમીના આધારે સતત નાસ્તો ફરતો આરોપી અબ્બાસ ખાન હાફિઝ ખાન રહેવાસી ભીલાડ જિલ્લા વલસાડ મૂળ ઉત્તર પ્રદેશ હાલ ભીલાડ ખાતેના ઘરે હાજર છે. રેકી બાદ માહિતી મળી હતી કે પોતાની ફોરવીલ ગાડીમાં બેસીને ઉત્તર પ્રદેશ ભાગી જવાની તૈયારીમાં છે. સ્ટાફના માણસો સાથે તારીખ 19 જાન્યુઆરીના રોજ બપોરે 3.10 કલાકે તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો હતો. 42 વર્ષીય અબ્બાસ ખાન અગાઉ પણ ખેર તસ્કરી ના સમાન ગુનામાં સંડોવાયેલ હતો અને 2022 માં નાનાપોઢા પોલીસ સ્ટેશનમાં ગુંનો નોંધાયો છે..

Exit mobile version