Site icon hindtv.in

ગુજરાતમાં સૌપ્રથમવાર એઆઈ થી થશે સિંહોની વસ્તી ગણતરી.

ગુજરાતમાં સૌપ્રથમવાર એઆઈ થી થશે સિંહોની વસ્તી ગણતરી.
Spread the love

સિંહ વસ્તી ગણતરી મુદ્દે વનમંત્રી મુળુ બેરાનું નિવેદન.
સિંહ વસ્તી ગણતરી માટે વન વિભાગ તૈયાર

ગુજરાતના વનમંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે કે, આ વર્ષે પ્રથમવાર એઆઈ ટેકનોલોજીની મદદથી સિંહોની ગણતરી કરવામાં આવશે. આ ગણતરી 10થી 13 મે દરમિયાન હાથ ધરાશે.

એશિયાના એકમાત્ર સિંહોના નિવાસસ્થાન ગીર ઉપરાંત, હવે અન્ય 11 જિલ્લાઓમાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. 2020ની ગણતરીમાં કુલ 674 સિંહોની નોંધણી થઈ હતી. આ વખતે ગીર સિવાય બરડા વિસ્તારમાં પણ સિંહોની હાજરી વધી છે. વન વિભાગ અને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓના કાર્યકરો આ ગણતરીમાં જોડાશે. જુનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં સિંહોની ગણતરી કરવામાં આવશે. વન વિભાગે આ કાર્ય માટે પૂરતો સ્ટાફ ફાળવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમવાર AI થી થશે સિંહોની વસ્તી ગણતરી થવાની છે ત્યારે સિંહ વસ્તી ગણતરી મુદ્દે વનમંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે

આ વર્ષે રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહોની હાજરી નોંધાઈ છે. AI ટેકનોલોજીના ઉપયોગથી વધુ ચોક્કસ આંકડા મેળવી શકાશે. વનમંત્રીએ જણાવ્યું કે, 2020 પછી પાંચ વર્ષે થઈ રહેલી આ ગણતરી ગુજરાતનું ગૌરવ છે. અને સિંહ વસ્તી ગણતરી માટે વન વિભાગ પણ તૈયાર છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version