બારડોલીના ખલી ગામે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર
મંદિરનું નવીનીકરણને આજે 16 મી સલગીરાહ
બારડોલીના ખલી ગામે આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરની સાલગીરાહ ઉજવાઈ હતી. મંદિરનું નવીનીકરણને આજે 16 મી સલગીરાહ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
બારડોલી ના ખલી ગામે 700 વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. અહીં વર્ષો પૂર્વે સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું. અને પેઢી દર પેઢી પૂજા અર્ચના થતી આવી હતી. વખત જતાં આજ થી 16 વર્ષ પગેલા મંદિર નું નવીનીકરણ કરાયું હતું. દર વર્ષે અહીં મંદિર ની સાલગીરાહ નિમિતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે કેદારેશ્વર મહાદેવ મંદિર નવીનીકરણ બાદ 16 મી સાલગીરાહ ની ઉજવણી કરવામાં આવી હતી.
પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરે સાલગીરાહ નિમિતે મંદિર પટાંગણ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું હતું. વહેલી સવાર થી લઘુ રુદ્ર, પૂજા , હવન કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યા માં ભક્તો યજ્ઞ હવન માં જોડાયાં હતાં. સમગ્ર કાર્યક્રમ બાદ મહાપ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું…

