Site icon hindtv.in

સુરત શહેર અને હાઇવેને જોડતા નવા બ્રિજનું લોકાર્પણ

સુરત શહેર અને હાઇવેને જોડતા નવા બ્રિજનું લોકાર્પણ
Spread the love

સુરત શહેર અને હાઇવેને જોડતા નવા બ્રિજનું લોકાર્પણ
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું

સુરતમાં આજે નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર બે બ્રીજના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગભેણી અને બુડિયા ગામ પાસે હાઈવેને અડીને બ્લેક સ્પોટ જગ્યાઓ ઉપર બ્રીજ બનાવવામાં આવ્યા હતા જેથી ત્યાં અકસ્માત ઘટાડી શકાય. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી,આર.પાટીલે બન્ને બ્રીજનું લોકાર્પણ કરી આજે પ્રજાજનો માટે બ્રીજને ખુલ્લા મુક્યા છે.

આ તકે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી,આર.પાટીલે જણાવ્યું હતું કે , સુરતના ગભેણી અને બુડિયા ગામ પાસે નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર બ્લેક સ્પોટ જગ્યાઓ ઉપર બ્રીજ નિર્માણ કરવામાં આવ્યા હતા. આ બ્રીજનું નિર્માણ ૪૦ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. ત્યાના સ્થાનિકોને અકસ્માતનો ભય ના સતાવે અને તેમને આવન – જાવનમાં કોઈ અગવડતા ના પડે તે હેતુથી આ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં તમામ જ્ગ્યાઓ ઉપર જ્યાં બ્લેક સ્પોટ સામે આવ્યા હોય ત્યાં બ્રીજ નિર્માણ ના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બ્રીજ આજથી લોકો માટે ખુલ્લા મુકાતા તેઓને પણ રાહત થઇ છે.

Exit mobile version