અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો
ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ – દોઢ ફુટ ખોલવામાં આવ્યા.
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો.
ધારી ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડીયાર ડેમમાં પાણીમાં પાણીની આવક ચાલુ થઇ. ધારી ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં આશરે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ – દોઢ ફુટ ખોલવામાં આવ્યા.ખોડિયાર ડેમમાં 3390 ક્યુસેક પાણીની આવક સામે 3390 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું..ખોડીયાર ડેમ નિચાણ વાળા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવ્યું છે.
