Site icon hindtv.in

સુરતના ઉતરાણ વિસ્તારમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

સુરતના ઉતરાણ વિસ્તારમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
Spread the love

સુરતના ઉતરાણ વિસ્તારમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
બંને પક્ષ વચ્ચે પોલીસની હાજરીમાં જ મારામારી
પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા

સુરતના ઉતરાણ વિસ્તારમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખોડીયાર નગર ખાતે બંને પક્ષ વચ્ચે પોલીસની હાજરીમાં જ મારામારી થતાં મામલો પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો છે. ફરિયાદી દ્વારા પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે, જેને લઈને હવે પોલીસની સ્પષ્ટતા સામે આવી છે.

સુરત શહેરના ઉતરાણ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં જમીન વિવાદનો મામલો હવે વધુ ગરમાયો છે. ગતરોજ પોલીસની હાજરીમાં જ બંને પક્ષો આમને સામને આવી જતા છૂટા હાથની મારામારી થઈ હતી. આ સમગ્ર ઘટનાને પગલે આજે ફરિયાદી દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ફરિયાદીનો આક્ષેપ છે કે કેટલાક ઈસમો પોલીસને સાથે રાખીને આવ્યા હતા અને મારામારી સાથે ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. જો કે, આ મામલે ઉતરાણ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મિલકત પર બંને પક્ષોએ પોતાનો દાવો કર્યો છે. અરજીના આધારે તપાસ માટે પોલીસ ખોડીયાર નગર પહોંચી હતી, જ્યાં બંને પક્ષ સામસામે આવી જતા તણાવ વધ્યો અને મારામારી સર્જાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને પક્ષો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસ પર લગાવાયેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે.

Exit mobile version