Site icon hindtv.in

સુરત પલસાણામાં દોઢ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો

સુરત પલસાણામાં દોઢ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો
Spread the love

સુરત પલસાણામાં દોઢ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો
સુરત જિલ્લા પોલીસે માત્ર 12 કલાકમાં આરોપીઓને ઝડપ્યા
સંતાન ના હોવાથી કર્યું બાળકનું અપહરણ
રેલવે સ્ટેશનથી આરોપી દંપતીની ધરપકડ

કડોદરા નજીક તાતીથૈયા ગામે દોઢ વર્ષ ના બાળક ની અપહરણ ની ઘટના બની હતી. માતા પિતા ના ફરિયાદ આધારે કડોદરા જી આઈ ડીસી પોલીસે ગણતરી ના કલાકો માં બાળક ને શોધી પરિવાર ને સોંપ્યું હતું. અપહરણ કરનાર દંપતી ને સંતાનો ના હોય આ બાળક ને અપહરણ કરી વતન ભાગી જવાની ફિરાક માં હતાં.

પંથક માં એવી ઘટના બની કે સંતાન સુખ માટે દંપતી એ કાયદો હાથ માં લીધો. ઘટના એ બની હતી કે બે દિવસ અગાઉ કડોદરા નજીક આવેલ તાતીથૈયા ગામે પારેખ એસ્ટેટ માં આવેલ એક બિલ્ડીંગ માં લાલબચન પાસવાન નામ નો એક કામદાર પોતાના પરિવાર સાથે રહેતો હતો. જ્યાં તેના ચાર સંતાનો પેકી એક દોઢ વર્ષ ના પુત્ર નું અપહરણ કરાયું હોવાની ફરિયાદ કડોદરા જીઆઇડીસી પોલીસ માં કરાઈ હતી. અપહરણ એ રીતે કરાયું કે લાલબચન પાસવાન ના ચાર સંતાન પેકી એક પુત્રી પોતાના દોઢ વર્ષ ના નાના ભાઈ ને બિલ્ડીંગ નીચે રમવા લઈ ગઈ હતી. જ્યાં એક દંપતી આવ્યું. પુત્રી રીમાં ને પૂછ્યું કે તેઓ કેટલા સંતાન છે. રીમાં એ જવાબ આપતા દંપતી ને ફાડ પડી. કારણ કે આરોપી દંપતી ને સંતાનો ના હતા. અને સંતાન સુખ મેળવવા તેઓ ભાન ભૂલ્યા અને આ દોઢ વર્ષ ના પુત્ર ને રીમાં પાસે રમાડવાનું જણાવી લઈ ને ફરાર થઇ ગયા હતા. પુત્રી રીમાં એ ઘરે જઈ વાત કરતા પોલીસ ફરિયાદ કરતા પોલીસ દોડતી થઈ હતી.

અપહરણ કરનાર દંપતી ની પણ ઓળખ થઈ હતી. જેઓ પલસાણા કારેલી ગામે રાહી રેસિડેન્સી માં રહેતા પ્રદીપ શ્રીરામ શર્મા અને તેની પત્ની રિતા પ્રદીપ શર્મા નામ ની ઓળખ આપી હતી. જેઓ ને સંતાનો ના હોય તેઓ આ બાળક ને પોતાનું સંતાન બનાવવા માંગતા હતાં. દંપતી ને પણ અટકાયત કરી અને દોઢ વર્ષીય બાળક નું પણ પરિવાર સાથે પોલીસે મિલન કરાવી દીધું હતું…

Exit mobile version