Site icon hindtv.in

જનજાતિય ગૌરવ રથ યાત્રા સોનગઢ ખાતે આવી પહોંચી

જનજાતિય ગૌરવ રથ યાત્રા સોનગઢ ખાતે આવી પહોંચી
Spread the love

જનજાતિય ગૌરવ રથ યાત્રા સોનગઢ ખાતે આવી પહોંચી
ભાજપના મંત્રીઓ ધારાસભ્ય અને અન્ય હોદેદારો ખુશ
તાલુકા પંચાયતના પ્રમુખના પદની અવગણના થતા નિરાશ

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું સોનગઢ ખાતે આગમન થયું હતું ત્યારે ઢોલ-તૂર-વાજિત્ર અને આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનો હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરાયું હતું

અને  ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે નીકળે રથયાત્રા દરમિયાન આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી અને તાપી પ્રાભરી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે આજે નવી પેઢીએ દેશના નિર્માણમાં પોતાના જીવનનું બલિદાન આપનાર મહાનાયક એવા ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે જાણવું જોઈએ અને વિશેષમાં ચાલુ પ્રોગ્રામ એ સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખની અવગણના થતા હોદ્દાનું માન નહી આપતા તેવો ઊઠીને ચાલુ પ્રોગ્રામમાં ચાલિયા ગયા હતા. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ઉમરગામથી પ્રસ્થાન કરી એકતાનગર તરફ જતી ગૌરવ રથયાત્રા આજે સોનગઢ ખાતે આવી પહોંચતા સોનગઢવાસીઓએ આદિવાસી નૃત્ય સાથે ગૌરવ રથનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કર્યું હતું. અને દેશ અને સમગ્ર રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું જીવન ખપાવી દેનાર ભગવાન બિરસા મુંડા જેવા મહાનાયકના બલિદાનને યાદ કરાવતી આ ગૌરવ રથયાત્રા આદિવાસી સમાજના પરિશ્રમ, પરંપરા, સંસ્કૃતિ અને શૌર્યનું સન્માન છે, આ તકે રમતગમત રાજ્યમંત્રી ડૉ.જયરાજભાઈ ગામીતે સંબોધન કરતા જણાવ્યું આ ફક્ત ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતિ ઉજવણી નહીં પરંતુ ભગવાન બિરસા મુંડાજીએ ખૂબ નાની ઉંમરે આઝાદીના સમયે કરેલ સંઘર્ષોને યાદ કરાવ્યા હતા….

Exit mobile version