Site icon hindtv.in

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો
Spread the love

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો
સહકાર પેનલના ઉમેદવારો વિજેતા જાહેર
માંડવી ગામતળાવ બૂજરંગના મોક્ષનાબેન મહિડા વિજેતા
પરિવર્તન પેનલના પ્રવિણભાઈ શર્મા વિજેતા જાહેર

મઢી સુગરની ચૂંટણીમાં સહકાર પેનલનો દબદબો આ ચૂંટણીના પરિણામમાં સહકાર પેનલના માંડવી ગામતળાવ બૂજરંગના મોક્ષનાબેન મહિડા, તેમજ પરિવર્તન પેનલ ના પ્રવિણભાઈ શર્મા, દિલીપસિંહ મહિડા વિજેતા જાહેર.

મઢી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં પરિણામ જાહેર થયું છે. કુલ 17 બેઠકો પૈકી 3 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. પરિણામમાં સહકાર પેનલના 9 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલના 6 ઉમેદવારો તથા 2 અપક્ષ ઉમેદવારોએ પણ જીત મેળવી છે. 20 સપ્ટેમ્બરે યોજાયેલા મતદાનમાં 46 ટકા મતદાન નોંધાયું હતું. મંગળવારે સવારે 9 વાગ્યે બારડોલીના પ્રાંત અધિકારી તથા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમ ખોલી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારો તથા ચૂંટણી પ્રતિનિધિઓની હાજરીમાં મતપેટીઓની ચકાસણી બાદ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. પરિણામ જાહેર થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સહકાર પેનલે નવી વ્યવસ્થાપક સમિતિમાં સત્તા રચવાનો દાવો કર્યો છે. બીજી તરફ, વિજેતા બનેલા બંને અપક્ષ ઉમેદવારોના વલણ પર પણ હવે નજર રહેશે. મઢી સુગરના પ્રમુખ સહિતના હોદ્દેદારોની આગામી પસંદગી સાથે નવી વ્યવસ્થાપક સમિતિનું સત્તા સમીકરણ વધુ સ્પષ્ટ થશે.

Exit mobile version