સુરતમાં ડબલ મર્ડરને અંજામ આપનાર કુખ્યાત શિવા ટકલા
પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર શિવા ટકલો
શિવા ટકલા પર સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા ઈજાગ્રસ્ત
સુરતમાં ડબલ મર્ડરને અંજામ આપનાર માથાભારે કુખ્યાત શિવા ટકલાને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર શિવા ટકલા પર સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા તે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.
સુરતના ગોડાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. રૂપિયાની લેતી દેતી મામલે બે યુવાનો નાઝીમ અને સોએબ પર ક્રુરતા આચરી તેઓની ઘાત્કી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી ખુંખાર શિવા ટકલા વોન્ટેડ હોય જેને ઝડપી પાડવા પોલીસ અનેક જગ્યાએ ધામા નાંખી રહી હતી ત્યારે પોલીસે આરોપીને દેવત ગામ પાસે પકડવા ગઈ ત્યારે પોલીસ પર આરોપીએ હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંક કર્યું હોવાનું હતું. હાલ તો સુરત પોલીસે શિવાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. જ્યાં તે માફી માંગતો બે હાથ જોડતો જોવા મળ્યો હતો.
