Site icon hindtv.in

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં ઘટના બની

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં ઘટના બની
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં ઘટના બની
બીઆરટીએસના ચાલકે રોડ ક્રોસ કરતા બે ઈસમોને અડફેટે લેતા એકનુ મોત
અકસ્માત બાદ ચાલક બસ મુકી ભાગી છુટતા લોકોએ બસના કાચ તોડયા

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરામાં બીઆરટીએસના ચાલકે રોડ ક્રોસ કરતા બે ઈસમોને અડફેટે લેતા એકનુ મોત નિપજ્યુ હતું. તો અકસ્માત બાદ ચાલક બસ મુકી ભાગી છુટતા લોકોએ બસના કાચ તોડી નાંખતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં વારંવાર અકસ્માત મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં ચીકુવાડી પાસે બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રોડ ક્રોસ કરતી વેળાએ બે ઈસમોને બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લેતા હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં એકનુ મોતનિપજ્યુ હતું. તો અકસ્માત બાદ ચાલક બસ સ્થળ પર જ મુકી ભાગી છુટ્યો હતો. જ્યારે બનાવનેલઈ લોક ટોળુ ભેગુ થતા બસના કાચ તોડી નાંખ્યા હતા જેને લઈ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Exit mobile version