Site icon hindtv.in

સુરતમાં સતત ત્રીજા દિવસે પણ રસ્તો બેસી જવાની ઘટના

સુરતમાં સતત ત્રીજા દિવસે પણ રસ્તો બેસી જવાની ઘટના
Spread the love

સુરતમાં સતત ત્રીજા દિવસે પણ રસ્તો બેસી જવાની ઘટના
ડીંડોલીના કરડવા રોડ પર ટેન્કર ખાડામાં ફસાઈ ગયું
વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

સુરતમાં સતત ત્રીજા દિવસે પણ રસ્તો બેસી જવાની ઘટના સામે આવી રહી હોય તેમ ડીંડોલીના કરડવા રોડ પર ટેન્કર ખાડામાં ફસાઈ જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત મહાનગરપાલિકાના રસ્તાઓની ગુણવત્તા સામે ફરી સવાલો ઉભા થયા હોય તેમ ડીંડોલી વિસ્તારના કરડવા રોડ પર જી 9 પાસે વહેલી સવારે રસ્તો અચાનક બેસી જતાં મોટો ભૂવો પડી ગયો હતો. તે દરમિયાન પસાર થઈ રહેલું ટેન્કરનો આગળનો ભાગ ભૂવામાં ફસાઈ ગયો હતો. ઘટનાના કારણે લાંબો સમય ટ્રાફિક પ્રભાવિત રહ્યો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. અંદાજે 15થી 20 ફૂટ જેટલો રસ્તો ધસી પડતાં સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, છેલ્લા ત્રણ દિવસથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સતત રસ્તા બેસી જવાની ઘટનાઓ સામે આવતાં રસ્તાઓની ગુણવત્તા અને કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.

Exit mobile version